Gujarat Smart Phone Scheme | Mobile sahay yojana 2022

khedut Sahay Yojana | Mobile sahay yojana 2022 | મોબાઇલ સહાય યોજના 2022 | phone sahay yojana

ખેડૂત માટે સ્માર્ટ ફોન યોજના ગુજરાત @ikhedut.gujarat.gov.in : ગુજરાત સરકાર દ્વારા ખેડૂત સ્માર્ટ ફોન યોજના જાહેર. ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતને સ્માર્ટફોન માટે 15000 રૂપિયા આપશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો ને i khedut Portal પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. i khedut Portal ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે બનાવેલ છે. જેમાં ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ મૂકવામાં આવે છે. જેમકે બાગાયતી ખેતી માટેની યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ , પશુપાલન માટેની યોજનાઓ વગેરે ખેડૂત માટે ઉપયોગી યોજનાઓ આ પોર્ટલ પર મૂકવામાં આવતી હોય છે.

ખેતીમાં ડિજિટલ સેવાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોએ IT નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા, નવા ખેતરો નવીનતમ તકનીકો અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા કરી શકાય છે તે માટે ગુજરાત સરકારે Mobile Sahay Yojana 2022 અમલ માં મૂકી છે.

Mobile sahay yojana 2022 all Details :-

હવામાનની આગાહી, વરસાદની આગાહી, સંભવિત જીવાતના ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેતી પદ્ધતિઓ, જંતુ નિયંત્રણ તકનીકો, કૃષિ વિભાગની સહાય યોજનાઓ ની માહિતી અને કૃષિ વિભાગની યોજનાઓમાં સહાય માટે ઓનલાઇન અરજી જેવી માહિતી માટે સ્માર્ટ ફોન સહાય માટે આપેલા મોબાઇલ થી ખેડૂતો ને માહિતી રહે અને તેનો ઉપયોગ આધુનિક ખેતી માટે કરે તે માટે સરકારે Phone Sahay Yojana અમલમાં મૂકી છે.

ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલા સ્માર્ટફોન પર સહાય પૂરી પાડવાની યોજના હેઠળ, ખેડૂત એક સ્માર્ટફોનની ખરીદીથી રૂ. 15000 /- સુધીની સહાય માટે પાત્ર રહેશે. જેમાં ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 10 ટકા અથવા 1500 રૂપિયા / – જે પણ ઓછું હોય તે મળવા પાત્ર રહેશે.

થોડા સમય પેહલા ભુપેન્દ્ર પટેલ એ જાહેરાત કરી છે કે હવે ખેડૂતો ને મહત્તમ રૂ. 6000 ની સહાય આપવામાં આવશે

નવી વિચારણા :- ખેડૂતો માટે 15 હજાર કિંમતના ફોનની ખરીદી પર 10ને બદલે 40 ટકા સહાયની વિચારણાa

How To Apply For Mobile sahay yojana :-

Step 1 :- સૌ પ્રથમ તમારા મોબાઇલ ના Crome Browser ને ઓપન કરી તેમાં I Khedut Portal લખવાનું રહેશે.

Step 2 :- ત્યાર બાદ પેલી વેબસાઇટ ને ઓપન કરવાનું રહેશે.

Step 3 :- તેમાં નીચે જતાં Links ના સેકસન માં વિવિધ યોજનાઓ માં અરજી કરો તેમ લખેલ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

Step 4 :- ત્યાર બાદ ખેતી વાડી ની યોજના પર ક્લિક કરવાનું રહેશે.

Step 5 :- ત્યાર પછી ઉપર બતાવેલ ફોટા જેવુ સેકસન ખુલશે તેમાં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.

Step 6 :- ત્યાર પછી તેમાં તમારી ડિટેલ્સ નાખી ને તે અરજી ને પ્રિન્ટ કાઢી ગ્રામ પંચાયત પર આપવાનું રહેશે.

phone sahay yojana video ની વધુ માહિતી માટે નીચે આપેલ વિડિયો જુઓ :-

Important Date for Mobile Sahay Yojana

Starting Date :- 26/11/2021

Application Last date :- 31/01/2022

Mobile Sahay Yojana Required Documents ( જરૂરી દસ્તાવેજ ) :-

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • 8-અ ની નકલ

મિત્રો તમને આ Mobile Sahay Yojana ની પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી સેર કરજો જેથી કરી ને તે પણ આ યોજનાનો લાભ મેડવી શકે.

Leave a Comment